Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એક પલ્સર ગાડી તથા ૮ જેટલા મોબાઇલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઈ પટેલ

હાલ અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને અંકલેશ્વર શહેરમાં મોબાઈલ ચોરોનો આતંક વધી રહ્યો છે. બે દિવસ પહેલાં જ અંકલેશ્વરની ડીસન્ટ હોટલ નજીકથી પણ એક વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો.જેમાં ચોર પલ્સર ગાડી લઈને એક વ્યક્તિનો મોબાઇલ ખેંચી ફરાર થઈ ગયો હતો. તેને લઈને અંકલેશ્વર શહેર પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં અંકલેશ્વર પી.એસ.આઈ જે.પી.ચૌહાણ અને પ્રદીપ ભાઈ દ્વારા એક અજાણ્યા યુવકને નંબર પ્લેટ વગરની પલ્સર ગાડી રોકી પૂછપરછ કરતા યુવકે તેનું નામ રાશિદખાન જણાવ્યું હતું અને તે સુરતનો હોવાનું જણાવ્યું હતું.યુવાનની તપાસ કરતા યુવાન પાસેથી વગર બિલના આઠ જેટલા મોબાઇલ તથા એક વગર કાગળની પલ્સર ગાડી મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસ ના પી.એસ.આઈ જે.પી.ચૌહાણ અને તેમની ટીમે યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ યુવાનના રિમાન્ડ મંજુર કરી આ મોબાઈલ તથા ગાડી ક્યાંથી લાવ્યો હોય અને તેની સાથે કેટલા અન્ય વ્યક્તિ આ કામમાં જોડાયેલા હોય તેવી પૂછપરછ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

Advertisement


Share

Related posts

એક હજાર વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં લાગી આગ, ફાયર અને કર્મચારીઓ થયા દોડતા, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!