Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટનગરમાં ધમાસાણ: આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર, જોવા મળશે ધાનાણીની ધમાલ…

Share

 
ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર મળશે. વિધાનસભા સત્રમાં વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં મગફળી,મોંઘવારી, બેરોજગારી મુદ્દે ચર્ચા કરાશે. ઉપરાંત કાયદાની કથળતી સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાશે. સત્રનાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ફોજદારી કાયદો- ગુજરાત સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. ગુજરાત નગરપાલિકા- સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયક પસાર કરાશે. ગુજરાત માલિકી ફલેટ સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે. પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને અનુલક્ષી માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.
પોલીસ છાવણીમાં ફેલાયું પાટનગર
કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સંમેલન બાદ કોંગ્રેસ રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે એક એસપીની આગેવાનીમાં પાંચ ડીવાયએસપી, 10 પીઆઈ, 35 પીએસઆઈ, 70 મહિલા પોલીસ અને 400 પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે એસઆરપીની બે કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે…સૌજન્ય

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ – 31 માર્ચ, 2022 ના રોજ સમાપ્ત થયેલ ત્રિમાસિક અને વાર્ષિક કામગીરી.

ProudOfGujarat

નવરાત્રી પર્વ દરમ્યાન વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાનાં અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!