Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવરાત્રી પર્વ દરમ્યાન વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

આધ્યશક્તિ જગત જનની અંબા સહિતના માતાજીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે અને નવ દિવસ સુધી માતાજીની આરતી સ્તુતિ કરીને આરાધના કરવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર આવે અને બાળકો પણ પોતાનામાં રહેલુ કૌશલ્ય દર્શાવી શકે તેવા ઉદેશ્યથી વિરમગામ શહેરમાં આવેલા નીલકંઠ રો બંગ્લોઝ યુવક મંડળ દ્વારા વેશભુષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળકોના માતા પિતાઓ દ્વારા બાળકોને વિવિધ વેશભુષામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને વેશભુષાને અનુરૂપ તૈયારીઓ કરાવવામાં આવી હતી. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં શુક્રવારે રાત્રે બાળકો દ્વારા વેશભુષાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા રાધા કૃષ્ણ, ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદ, લક્ષ્મી માતા, દેવાધીદેવ મહાદેવ, સૈનિક, પરી, ગોવાળીયો, ડોક્ટર સહિતની વેશભુષાઓ રજુ કરવામાં આવી હતી અને વેશભુષાને અનુરૂપ ડાયલોગ્સ રજુ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ વેશભુષાઓએ લોકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યુ હતુ અને બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. વેશભુષાના કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, નીલકંઠ રો બંગ્લોઝના બાળકો સમૂહ આરતીમા સહભાગી થયા હતા અને વેશભુષાનો કાર્યક્રમ રજુ કરતા પહેલા બાળકોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Share

Related posts

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

તેલુગુ ડેબ્યૂ ફિલ્મની અભિનેત્રી સેહનૂરની કેટલીક અદ્રશ્ય તસવીરો વાયરલ થઈ.

ProudOfGujarat

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!