Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વરના સજોદ ગામ ખાતે લક્ષ્મી નારાયણ મંદિર માંથી 3 ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા.3 ઝાડ પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચંદનના ઝાડ ચોરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. અન્ય ગામો ખાતે પણ ચંદનના ઝાડની તસ્કરી થઈ પણ કોઈ ફરિયાદ કરવામાં આવી ના હતી. જ્યારે નાંગલ ગામે હાલમાંજ 4 ખેડૂતોને ત્યાં ચંદનના ઝાડ ની તસ્કરી થઇ હોવાની ફરિયાદ નોંધાય હતી.

Advertisement

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે ગામની વચ્ચોવચ આવેલ લક્ષ્મી નારાયણ મંદિરના વાડામાં ચંદનના ઝાડ હતા. જેને રાત્રીના સમયે તસ્કરોએ મૂળ માંથી કાપી નાખ્યા હતા. જે પૈકી 2 ઝાડ ચોરી કરી લઇ ગયા હતા જ્યારે ત્રીજું ઝાડ ત્યાંજ કાપીને મૂકી ગયા હતા. સવારે મંદિરના પૂજારી તેમજ ગ્રામજનો આવતા ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી.


Share

Related posts

હાંસોટ તાલુકાનાં ખરચ ગામે અન્ન બ્રહ્મ યોજના હેઠળ મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચમાં હવાલાકાંડનો પર્દાફાશ – 50 લાખ ઉપરાંતની રોકડ સાથે પાંચબત્તી વિસ્તારમાંથી એક વ્યક્તિની એસ.ઓ. જી પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

નડિયાદના ડભાણ નજીક રેતી ભરેલ ટ્રેલરે બીજા ટ્રેલરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!