Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-તંત્રની લાપરવાહી,દિવસના પણ નગરપાલિકાની સ્ટેટ લાઈટો ચાલુ…

Share

દિનેશભાઇ અડવાણી

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા પાણી બચાવો વિજળી બચાવોની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પોતે જ અંકલેશ્વર શહેરની અંદર દિવસના પણ લાઈટો ચાલુ રાખીને સરકારનું દેવાળું ફૂંકી રહી છે.અંકલેશ્વરના ગંગા જમના વિસ્તાર પાસે આવેલ ૨૫ થી ૩૦ જેટલી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલ સ્ટેટ એલીડી લાઈટ દિવસના પણ ચાલુ જોવા મળી રહી છે જેને લઇ ને તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ તંત્ર પ્રજાને પાણી બચાવો વીજળી બચાવો જેવી વાતો કરી રહી છે ત્યારે પોતે જ આવા મુદ્દાઓ ઉપર આંખ આડા કાન કરી જાતે જ નગરપાલિકાનું દેવાળું ફૂંકી રહી છે. હાલ જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે ઇલેક્ટ્રિકલ ખાતાના અધિકારીઓ ઉપર ધ્યાન આપશે ખરી કે પછી મીલીભગત સમજી બધુ રફા દફા કરવામાં આવશે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના સામોર ગામ ખાતે વગર પાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

ProudOfGujarat

રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!