Proud of Gujarat
EducationFeaturedGujarat

વડોદરા:સ્કુલ ઓટોરિક્ષા તેમજ વાહન ચાલકોએ પાળેલ હડતાલ વચ્ચે વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ સ્કૂલ ઓટો રિક્ષા તથા સ્કૂલવાન ચાલકોએ બે દિવસીય હડતાલ પાડી હતી.જેને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશ્નર,ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાંફિક શાખા દ્રારા હડતાલને અનુલક્ષિને વડોદરા શહેરમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પોતાની સ્કૂલમાં જવા માટે હડતાલ પાડનાર ચાલકો તરફથી કોઇ હેરાનગતિ ન થાય અને સહી સલામત તેઓ પોતાની શાળાઓમાં જઈ શકે તે માટે શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ ૫૨ ટીમો બનાવી ૪૬ મોટર સાયકલ તથા ૨૧ PCR વાન તથા ૯ સરકારી બોલેરો વાન દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલોના વિદ્યાર્થીઓને સલામત પહોંચાડવા માટે જુદી જુદી ટીમો જુદા સ્થળોએ વાહનો સાથે રાખવામાં આવેલ હતી. જેમાં જુદી-જુદી સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement


Share

Related posts

હાંસોટ તાલુકાના રાયમા ગામેથી હજીરા ની એચ પી કંપની ના ટેન્કર માંથી પેટ્રોલ વેચતા ડ્રાઈવર અને કંડકટર રંગે હાથ ઝડપાયા જ્યારે પેટ્રોલ ખરીદનાર બે ઈસમો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમલ્લા ખાતે સત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

બજેટમાં જાહેરાત છતાં ખેડૂતોને લાભ નથી – સરકાર દ્વારા હજુ સુધી નોટિફિકેશન જારી થયું નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!