Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી પોલીસ.એક કિશોર સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૨૬મી જૂના ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાન્તાપ્રસાદ ગુર્જર પોતાના ઘરમાં સુઈ ગયા હતા તે દરમિયાન રાત્રે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી એક લેપટોપ અને ત્રણ મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના ગુના અંગે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ગડખોલ પાટિયા પાસેથી એક કિશોર અને રાજપીપળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરવ યુવરાજ પાટીલને ઝડપી પાડી બંનેની પૂછપરછ કરતા તેઓએ એકતાનગરમાંથી લેપટોપ અને ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે બંનેની અટકાયત કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ફોન, એક લેપટોપ મળી કુલ રૂપિયા ૪૫ હજારનો મુદ્દામાલ રીકવર કરી ઝડપાયેલા બંને ઇસમોને શહેર પોલીસને હવાલે કર્યા હતા.

Advertisement


Share

Related posts

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

ProudOfGujarat

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!