બિન જરૂરી વીજરીનો વેડફાટ ..જાણો ક્યાં ?
વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો દ્વારા બિન જરૂરી રિતે વીજળીનો બેફામ વેડફાટ કરવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.વીજળીનો દુરુપયોગ કરતા ડોકટરો વિરુદ્ધ પંથકમાં ભારે રોષ છવાઈ જવા પામ્યો છે.
વાગરા નગરમાં આવેલ સરકારી દવાખાનાના ડોક્ટરોની લાપરવાહી દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે. સામુહિક આરોગ્ય કેન્દ્રના પંખા તેમજ લાઈટો વિના કારણે બિન જરૂરી રીતે ચાલુ હાલતમાં નજરે પડ્યા હતા.જે જગ્યાએ લાઈટ તેમજ પંખા સહિતના વીજ ઉપકરણો ચાલુ હતા ત્યાં સંબંધિત ડોક્ટર પોતાની કેબીનમાં ગેર હાજર નજરે પડ્યા હતા.રેફરલ હોસ્પીટલના જુદા જુદા વિભાગોની મુલાકાત દરમ્યાન ત્યાં પણ વીજળી નો બિનજરૂરી રીતે બેફામ દુરુપયોગ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફ વીજળી બચાવવા સરકાર દ્વારા મસ મોટી જાહેરાતો પાછળ ભારે આર્થિક બોજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે વાગરા આરોગ્ય કેન્દ્રના સરકારી ડોક્ટર બાબુઓ દ્વારા વીજળીનો બિન જરૂરી વેડફાટ કરવામાં આવતા હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. વિછ્યાદના આધેડનું પી.એમ કરવામાં ગલ્લા તલ્લા તેમજ સામાજિક અગ્રણીઓ અને પત્રકારો સાથે સંવેદનાહીન વ્યવહારને કારણે વિવાદના ચક્રવ્યૂહમાં ફસાયેલ વાગરા આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવતા આખા વાગરા તાલુકામાં ભારે ચકચાર મચી જવા પામી છે.સરકારી સુવિધાનો દુરુપયોગ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડનાર સરકારી તબીબો સામે લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે વાગરા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની આપખુદસાહી અને મનસ્વી વ્યવહારને કારણે થોડા સમય અગાઉ રેફરલ હોસ્પિટલ વિવાદના વમળમાં ફસાયું હતું.જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર નરોત્તમ ત્રિવેદી વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ તપાસ હજી પૂર્ણ થઇ નથી ત્યાજ ફરી એક વાર વાગરા આરોગ્ય કેન્દ્ર ડોક્ટરોની લાપરવાહીનો શિકાર બનતા સનસનાટી ફેલાઈ જવા પામી છે.ઘોર બેદરકારી દાખવી સરકારી નાણા નો દુર્વ્યય કરી સરકારી તંત્રને આર્થિક નુક્સાનીના ખાડામાં ઉતારનાર સરકારી તબીબો સામે કાર્યવાહી ક્યારે હાથ ધરાશે તેનો જવાબ તો જિલ્લા આરોગ્ય વિભાગ જ આપી શકે તેમ છે.
*રિપોર્ટર-રફીક મલેક-વાગરા*
src=”https://www.proudofgujarat.com/wp-content/uploads/2019/08/Screenshot_2019-08-05-12-31-43-988_com.whatsapp-300×174.jpg” alt=”” width=”300″ height=”174″ class=”alignnone size-medium wp-image-42300″ />