Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ચુડા ખાતે જીલ્લાકક્ષાના 73 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Share

સુરેન્દ્રનગર ચુડા ખાતે જીલ્લાકક્ષાના 73 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

દેશભરમાં જ્યારે 73 સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

ભારત દેશ સ્વતંત્ર થયો તે આજે 72 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 73 માં સ્વતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે દેશના ખૂણે ખૂણે દેશની આન માન અને શાન એવા તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દરેક તાલુકામાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં જિલ્લાકક્ષાનો 73 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

જેમાં સુરેન્દ્રનગર સાંસદ , જિલ્લા કલેક્ટર, મામલતદારો જે અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ મેળવનાર અથવા નોંધનીય કામગીરી કરનાર વ્યક્તિ અને કર્મચારીનુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ 15મી ઓગસ્ટની ઉજવણી ના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ : ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ જળબંબાકાળ બન્યું.

ProudOfGujarat

૩૦માં માર્ગ સલામતી સપ્તાહનો થયેલ આરંભ રેલવે સ્ટેશન નજીક ઉદ્ઘાટન સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં લૂંટારૂઓ દ્વારા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડની કરપીણ હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!