Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ચુડા ખાતે જીલ્લાકક્ષાના 73 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Share

સુરેન્દ્રનગર ચુડા ખાતે જીલ્લાકક્ષાના 73 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

દેશભરમાં જ્યારે 73 સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

ભારત દેશ સ્વતંત્ર થયો તે આજે 72 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 73 માં સ્વતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે દેશના ખૂણે ખૂણે દેશની આન માન અને શાન એવા તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દરેક તાલુકામાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં જિલ્લાકક્ષાનો 73 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

જેમાં સુરેન્દ્રનગર સાંસદ , જિલ્લા કલેક્ટર, મામલતદારો જે અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ મેળવનાર અથવા નોંધનીય કામગીરી કરનાર વ્યક્તિ અને કર્મચારીનુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ 15મી ઓગસ્ટની ઉજવણી ના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

ProudOfGujarat

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું તણાવ દૂર કરવાનું રહસ્ય વર્કઆઉટ્સ, સારી ઊંઘ અને તેની માતા તરફથી આલિંગન છે, અને અમે સંપૂર્ણપણે સંમત છીએ!

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!