Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીપોદરા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા રાહદારીઓને અકસ્માત

Share

નેશનલ હાઈવે નં-48 પર પીપોદરા ગામ પાસે હાઈવે ક્રોસ કરી રહેલા એક રાહદારીને ખાનગી એમબ્યુલન્સે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
પીપોદરા ગામ પાસે હાઈવે ક્રોસ કરવાના ચક્કરમાં અવાર-નવાર અકસ્માતો સર્જાય રહ્યા છે છતાં તંત્ર દ્વારા રાહદારીઓ સુગમતાથી રસ્તો ક્રોસ કરી શકે તેવી વ્યવસ્થા હાથ ધરાતી નથી. જેથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એવી જ એક ઘટના આજરોજ પીપોદરા પાસે બનવા પામી હતી. જેમાં એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાંથી હરિયાલ ગામ લઈ જઇ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારતાં ગંભીર રીતે ધવાયો હતો. જેના પગલે 108 અને આર.આઇ.બી ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.

Advertisement

Share

Related posts

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી.

ProudOfGujarat

ડેડીયાપાડાના કંકાલા ગામ પાસે કાર ભરેલું કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!