Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ના તલોદરા ગામે મા કાર્ડ કેમ્પ યોજાયો રાજ્ય યુવક બોર્ડ ના ઉપક્રમે તાલુકામાં આ બીજો કેમ્પ યોજાયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઉપક્રમે મા કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.વડાપ્રધાન ના જન્મદિન ની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઝઘડીયા તાલુકા સંયોજકો દિનેશ વસાવા હિરલ પટેલ અને ધ્રુપલ પટેલ ની જહેમત થી તાલુકામાં રાજપારડી અને તલોદરા એમ બે સ્થળોએ આ મા કાર્ડ કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છેકે મા કાર્ડ જેવી જરૂરી આરોગ્ય વિષયક સુવિધા થી હજી ઘણા પરિવારો વંચિત છે.ત્યારે આવા પરિવારો ને મા કાર્ડ મળે તે માટે આ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે એમ હિરલ પટેલે જણાવ્યું હતું.તાલુકા માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઉપક્રમે થતી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ આવકાર દાયક છે.અને જનતામાં તેને આવકાર મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

હાલોલ: કંજરી ગામે આવેલા ખેતરમાં ખાડો ખોદીને સંતાડી રાખેલો સાડા ત્રણ લાખનો દારુ ઝડપાયો.

ProudOfGujarat

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આવતીકાલે જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાશે.

ProudOfGujarat

ભરૂચમાં BAPS દ્વારા પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન : BAPS સ્વામીનારાયણ મંદિરની રજત જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!