કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ-૧૭મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ વિવિધ ટીમ બનાવી દુકાનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ૩૫ માઈક્રોનની નીચેની પ્લાસ્ટીકની થેલીઓનો વપરાશ કરતા દુકાનદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્રણ દિવસમાં નગર પાલિકાની ટીમે ૬૨ કિલો જથ્થો જપ્ત ક્રી ૨૦૦૦નો દંડ ફટકાર્યો હતો જયારે આજરોજ ૩૨ કિલોથી વધુનો પ્લાસ્ટિકના જથ્થો કબજે કરી દુકાનદારોને દંડ ફટકારાયો હતો અને આવનાર ૨જી ઓકટોબરથી પ્લાસ્ટીકની વિવિધ વસ્તુઓ જેવી કે પાણીના પાઉચમાં વપરાતું પ્લાસ્ટિક,૧૦ રૂપિયાની પાણીની બોટલ અને પ્લાસ્ટીકની ડીશ,ચમચી સહિતની સામગ્રીનું વેચાણ કરતા કે વપરાશ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ચેકિંગ અભિયાનમાં અંકલેશ્વર નગર પાલિકાના હર્ષદભાઈ કાપડિયા અને અધિકારીઓ જોડાયા હતા.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અતર્ગત ૩૬ કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર દંડ ફટકારાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે
Advertisement