Proud of Gujarat
FeaturedGujaratINDIA

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

Share

રાજપીપળા :આરીફ જી કુરેશી

રાજપીપળા અંકલેશ્વર રોડ પર પડેલા મોટા ખાડા જીવલેણ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય હોય ગતરોજ રાજપીપળા પાસે આવેલા કરજણ પુલના નાકે ખાડામાં બાઈક પડતા ચાલકનું મોત થયું હતું. 
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના વરખડ ગામના અલ્પેશભાઈ છોટુભાઈ તડવી (18) પોતાની બાઈક  નંબર GJ 22 J 4688 લઈ જતા હતા તે દરમિયાન રાજપીપળા અંકલેશ્ર્વર રોડ ભચરવાડા કરજણ નદીના જુના પુલના છેડે રોડ ઉપર પડેલા  ખાડામા બાઈક પડી જતા સ્લીપ ખાઇ જતા તે રોડ પર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી વધુ કાર્યવાહી કરી છે. 

Advertisement

Share

Related posts

મજાક મસ્તીમાં મામલો બિચક્યો, મિત્રના લમણે કાતર મારી દેતાં ગંભીર

ProudOfGujarat

જામનગરના સિક્કા ખાતે રૂ.30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બેન્કની હડતાળને પગલે સતત ચોથા દિવસે કરોડોના વ્યવહાર અટવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!