Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણના કંડારી નજીક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઈસમને અડફેટે લેતા બે ના મોત.

Share

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના કંડારી ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઇસમોને અડફેટે લેતા બે ઇસમોના મોત નિપજવા પામ્યા હતા જ્યારે અન્ય એક ઇસમને ઈજાઓ થવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંડારી ગામમાં રાખેલ ભાથીજી મહારાજના ભંડારામાં જમવા માટે જતા ફરીયાદીના પતિ હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા જયેશભાઇ લાલુભાઇ રાઠવા તથા પીયુષભાઈ મુકેશભાઈ રાઠવા નાઓ કંડારી ગામ નજીક ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે વડોદરા તરફથી એક અજાણ્યા વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ત્રણેયને અડફેટે લેતા હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા લાલુભાઇ કેસરીયાભાઇનો દીકરો જયેશભાઇ લાલુભાઇ રાઠવા ઉ.વે, ૦૮ નાઓનુ સ્થળ ઉપર મોત નિપજવા પામ્યું હતું. જ્યારે પીયુષભાઇ મુકેશભાઇ રાઠવા નાઓને શરીરે ઓછીવત્તી ગંભીર ઇજાઓ થવા પામી હતી. અક્સ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

લોકડાઉનનો આઠમો દિવસ કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને તંત્રને સહયોગ આપવા પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની એકસૂરે અપીલ કરી.

ProudOfGujarat

અંભેટાની જીએફએલ કંપનીના એજીએમ અને કર્મીઓની કાર પલટી : એકનું મોત

ProudOfGujarat

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!