Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર ફરિયાદ આપનાર જાગૃત મહિલાને અનેક સવાલો કરી હેરાનગતિ કરતી કર્મચારી મહિલા કર્મચારી

Share

રાજપીપળા : આરીફ જી કુરેશી

રાજપીપળા જૂની પોસ્ટ ઓફીસ પાસે એક મહિલાને થયો કડવો અનુભવ કરંટ યુક્ત વાયર તૂટી નીચે પડતા કલાકો બાદ પણ કોઈ કર્મચારી ન આવતા સ્થાનિકોમાં રોષ.
રાજપીપળા શહેરમાં વીજ કંપનીના રેઢિયાળ વહીવટના કારણે લોકો હેરાન તો થઈ રહયા જ છે ઉપર થી ફરિયાદ કેન્દ્રના કર્મચારી પણ એવા સવાલો કરી સામી વ્યક્તિને પરેશાન કરે છે કે બીજી વખત એ વ્યક્તિ ફરિયાદ આપતા વિચાર કરે જેમાં બન્યું એવું કે ગુરુવારે સવારે જૂની પોસ્ટ ઓફીસ પાસેની ગલીમાં એક કરંટ વાળો વાયર તૂટીને રસ્તા પર પડ્યો સદનસીબે કોઈને કઈ થયું ન હતું પરંતુ નોકરી ઉપર જતી એક સ્થાનિક મહિલા ભવનાબેન ધ્રુવ એ ત્યાં આ વાયર જોતા જ વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર ફોન કરી હકીકત જણાવતા ત્યાં બેઠેલા મહિલા કર્મચારી એ વાયર ક્યાં તૂટ્યો કેવી રીતે તૂટ્યો અને કેવા કલર નો વાયર છે જેવા અનેક સવાલો કરી નોકરી પર જતા ભવનાબેન ધ્રુવને હેરાન કરી નાખ્યા હતા ત્યારે સવાલ એ થાય કે સ્થળ પર લાઈનમેન આવી આ તપાસ કરી મરામત કરે તેના બદલે જાગૃત મહિલાને આવા ખોટા સવાલો કરવાનો શુ મતલબ…? શુ ફરિયાદ લેવા બેઠેલા કર્મચારીઓ પ્રજાને હેરાન કરવા ત્યાં મુક્યા છે…? જોકે ફોન કર્યાના કલાકો બાદ આ જગ્યા એ રિપેરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને. હા.48 પર આવેલ બાકરોલ બ્રિજ નજીક આવેલ ગોડાઉનમાંથી લાખોની મત્તાનો બાયોડીઝલ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

પાલેજમા સ્વચ્છતા રેલીનુ આયોજન કર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!