Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગની ઘટના વેળાએ ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે.

Share

સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આ કેમેરાની ઓપરેટીંગ ટેમ્પચેરર રેન્જ 260 ડિગ્રી સુધીની છે. ઇન્ફ્રારેડ કિરણો થકી ઇમેજ બતાવે છે. કેમેરામાં વિકટીમની કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ આપે છે. 1 કિલો ગ્રામ વજનના કેમેરામાં બેટરીબેકઅપ 8 કલાકનો રહેશે.આગમાં ફસાયેલા વ્યકતિઓને શોધવામાં કેમેરો ખુબ જ મદદરૂપ થશે. કેમેરો પાંચ મોડમાં કામ કરે છે. ફાયર ફાઇટીંગ, સર્ચ એન્ડ રેસકયુ, હીટ ડીટેકશન, અંધારામાં તથા ધુમાડામાં થર્મલ ઇમેજ જોઇ શકે છે સાથે વિડિયો રેકોડીંગ પણ કરી શકે છે.
ફાયર ટેન્કરમાં પાણી ભરવા 17 લોકેશન વધારાયાં ફાયરના ટેન્કરોમાં પાણી ભરવા માટે પહેલા શહેરમાં માત્ર 4 જ સ્થળ હતા. જેને લઇ ઇમરજન્સીના સમયે ફાયરની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં તકલીફ પડતી હતી. જેથી પાણીના ટેન્કર ભરવામાં ફાયરે સરળતા રહે તે માટે વધુ 17 લોકેશન શરૂ કરવામાં આવ્યા છે. ભેસ્તાન ને બાદ કરતાં દરેક ફાયર સ્ટેશનની 2 કિ.મી નજીકમાં જ નવા લોકેશન ગોઠવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’ જાણો વધુ

ProudOfGujarat

આતંકી હુમલાના મૃતકોને આમોદ કોંગ્રેસ દ્વારા મીણબત્તી પગટાવીને શ્રધ્ધાંજલી પાઠવી

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર શિયાણી દરવાજા સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના માલિક દ્વારા પોતાની દુકાન માંથી રૂપિયા ગયાની ફરિયાદ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!