Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગની ઘટના વેળાએ ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે.

Share

સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આ કેમેરાની ઓપરેટીંગ ટેમ્પચેરર રેન્જ 260 ડિગ્રી સુધીની છે. ઇન્ફ્રારેડ કિરણો થકી ઇમેજ બતાવે છે. કેમેરામાં વિકટીમની કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ આપે છે. 1 કિલો ગ્રામ વજનના કેમેરામાં બેટરીબેકઅપ 8 કલાકનો રહેશે.આગમાં ફસાયેલા વ્યકતિઓને શોધવામાં કેમેરો ખુબ જ મદદરૂપ થશે. કેમેરો પાંચ મોડમાં કામ કરે છે. ફાયર ફાઇટીંગ, સર્ચ એન્ડ રેસકયુ, હીટ ડીટેકશન, અંધારામાં તથા ધુમાડામાં થર્મલ ઇમેજ જોઇ શકે છે સાથે વિડિયો રેકોડીંગ પણ કરી શકે છે.
ફાયર ટેન્કરમાં પાણી ભરવા 17 લોકેશન વધારાયાં ફાયરના ટેન્કરોમાં પાણી ભરવા માટે પહેલા શહેરમાં માત્ર 4 જ સ્થળ હતા. જેને લઇ ઇમરજન્સીના સમયે ફાયરની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં તકલીફ પડતી હતી. જેથી પાણીના ટેન્કર ભરવામાં ફાયરે સરળતા રહે તે માટે વધુ 17 લોકેશન શરૂ કરવામાં આવ્યા છે. ભેસ્તાન ને બાદ કરતાં દરેક ફાયર સ્ટેશનની 2 કિ.મી નજીકમાં જ નવા લોકેશન ગોઠવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

પાટણ શહેરની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની વ્યાખ્યાન તથા ક્વીઝ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં રોટરી ક્લબ એ બાગાયતના સાધનો આપ્યા.

ProudOfGujarat

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!