Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠયું.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા 1111 દિવાઓ પ્રજવલિત કરવામાં આવ્યા.
 અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજવલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ 1111  દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠયુ હતું. આ ઉપરાંત શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ. દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી મોટી સંખ્યામાં લોકો  ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવની ફરતે 360થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજવલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.

Advertisement

Share

Related posts

ગમે તે ઘડીએ હાર્દિક સાથે બાબા રામદેવ વાળી થઈ શકે છે, પોલીસે ઉપવાસી છાવણીથી સોલા સિવિલ સુધી રિહર્સલ કર્યું..

ProudOfGujarat

લીંબડીમાં રમજાન મહિના અંર્તગત ઈફ્તાર પેકેટ મુસ્લિમ યુવાનો દ્રારા રોજદાને આપીને રોજા માસની ઉત્સવની ઉજવણી કરે છે.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડમાં મુખ્ય રસ્તા પર ઊંડા ખાડાઓમાં કપચી નાંખી કરાતું હંગામી સમારકામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!