Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

Share

કોલેજના વાંચનાલયમાં બૂમાબૂમ કરતા વિદ્યાર્થીને ઠપકો અપાયાના રોષમાં હુમલો કર્યો હતો. ઇન્ટર્નલ પરીક્ષા બાદ કોલેજ બહાર મયંક પર હુમલો કરાયો હતો. કોલેજની લાયબ્રેરીમાં એક વિદ્યાર્થી ઘોંઘાટ કરતો જેથી અન્ય વિદ્યાર્થીઓ પર અસર પડતાં મયંકે તેને અટકાવ્યાની અદાવતમાં પરીક્ષા બાદ ઘરે જતા સમયે હુમલો કરાયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત મયંકને અન્ય વિદ્યાર્થીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યાં હતાં. ઘટના ક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ થતા પોલીસ કોલેજ સંકુલ ખાતે દોડી ગઈ હતી અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી ભરૂચ એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા ભરૂચ જીલ્લા તલાટી કમમંત્રી મંડળ.

ProudOfGujarat

સુરતમાં યુવકે BRTS રૂટની 4 ફૂટ ઊંચી રેલિંગ પર કાર ચડાવી, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!