Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પુણા વિસ્તારમાં ગરમ કપડાનાં સ્ટોલ્સમાં આગ લાગી.

Share

સુરતમાં આગની વ્યાપક ધટનાઓનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે.સુરતમાં વધુ એક આગની ધટના પ્રકાશમાં આવી છે.

સુરતના પુણા પરવત પાટીયા વિસ્તારમાં ગરમ કપડાના સ્ટોલ્સમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ થતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. પુણા પરવત પાટીયા વિસ્તારમાં આવેલા ગોડાદરા ખાડી બ્રિજ નજીક ગરમ કપડાના સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. ધટનાની જાણ થતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સ્ટોલ્સ પ્લાસ્ટીકના બનેલા હોવાથી ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગના પગલે ઘણા સ્ટોલ્સ સાથે ગરમ કપડા પણ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ખેડા જિલ્લાની મુલાકાતના સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંધવીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.

ProudOfGujarat

ડેડીયાપાડા : 5 મી ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

એકતા કપૂર, દિગ્દર્શક નંદા કિશોર અને વૃષ્ભા ટીમ મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!