Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

Share

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.બસીયા સાહેબ લીંબડીનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ/ ફર્લો રજામાંથી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા સઘન કામગીરી કરવા અવાર નવાર સુચનાઓ મળતી હોઇ લીંબડી પી.એસ.આઇ.શ્રી એસ.એસ.વરૂ તથા સ્ટાફના એ.એસ.આઇ. બી.એન.મકવાણા તથા પો.કોન્સ. હરદીપસિંહ સહદેવસિંહ તથા પો.કોન્સ. કાનજીભાઇ સુરાભાઇ તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ અશોકસિંહ વિગેરે સ્ટાફના માણસો એ વઢવાણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૯૪, ૫૦૪ વિગેરે મુજબના ગુન્હાના કામમાં સુરેન્દ્રનગર સબ જેલમાં રહેલ કાચા કામનો આરોપી નં.૮૫/૧૯ બાવલભાઇ ઉર્ફે બાવલો અરજણભાઇ સાડમીયા (દેવીપૂજક) રહે. સાયલા ઠે. સરોવરીયા મહાદેવમંદિર પાસે, તા.સાયલા જિ. સુરેન્દ્રનગર વાળો નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી તા.૦૪/૦૧/૨૦૧૯ ના રોજ પેરોલ રજા પર છુટી તા.૦૯/૦૧/૨૦૧૯ ના રોજ જેલમાં પરત હાજર નહી થઇ ઘણા લાંબા સમયથી પેરોલ જમ્પ થયેલ હોઇ અને નાસતો ફરતો હોઇ મજકુર આરોપી વિશે વોચ રાખી તા.૨૩/૧૧/૨૦૧૯ રોજ મજકુર આરોપીની લીંબડી હાઇવે રોડ ઉપરથી મોટર સાયકલ નં.GJ-03-JD-1601 નશો કરેલી હાલતમાં ચલાવી નીકળેલ હાલતમાં મો.સા.સાથે પકડી પાડી મો.વ્હી.એકટ કલમ ૧૮૫ મુજબ મજકુર વિરૂધ્ધ ગુન્હો રજી. કરી ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા અને સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં બનાવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર બંધ હોવાથી દર્દીઓને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!