Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરમાં ફરી એકવાર એક નિર્દોષની ધાતકી હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

Share

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચપ્પુ બાજીની ધટના ધટી રહી છે એમાં લુમ્સ ના કારખાનામાં કામ કરતા એક કામદારને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.સુરત શહેરમાં દિન-પ્રતિદિન નજીવી બાબતે ચપ્પુના ઘા મારીને મોતને ધાટ ઉતારી દેવાની ધટનાઓ ધટી રહી છે આવી ધટનાઓને પગલે લોકો અસલામતીની ભાવનાઓ પીડાઈ રહ્યા છે. એકલદોકલ જતા પણ ડરી રહ્યા છે અગાઉ બે ધટનામાં બે વ્યક્તિની હત્યા થઇ હોવાના બનાવોને બાદ આ ત્રીજો બનાવ બન્યો છે જેમાં સુરત ઉધના રોડ ઉપર લુમ્સના કારખાનામાં કામ કરતો મૂક બધિર કારીગર કોઈ અજાણ્યા લોકોએ ગઈકાલે રાતના ધાતક હથિયારો સાથે ધસી આવીને તેને માથાના ભાગે મારી લોહી લુહાણ કરી નાખી મોતને ઘાટ ઉતારી અજાણ્યા લોકો ફરાર થઈ ગયા હતા આ હત્યા મોડીરાત્રીના થઈ હતી વહેલી સવારમાં કારખાના માલિકને જાણ થતાં જ તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે ઉધના પોલીસને જાણ કરી હતી ઉધના પોલીસ આવીને લાશનો કબજો લઇ તેની હત્યાનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની વરણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 1800 થી વધુ દીકરીઓના ખાતામાં રૂ. 1000 કરાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં દેશી તમંચા સાથે બે શખ્સ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!