Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બીઆરટીએસ બસ ચાલકે સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ.

Share

સુરત પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસ ચાલકે સગર્ભા અનિતા સરવૈયા નામની મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડ્યો હતો. બીઆરટીએસ બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.મૂળ ભાવનગરના રહેવાસી અને સુરતમાં પાલ આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજ પર અનિતા અર્જુન સરવૈયા પરિવાર સાથે રહે છે અને પાલ આરટીઓ નજીક જ રમકડા વેચી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. અનિતાને સાત માસનો ગર્ભ છે. આજે સવારે 8 વાગ્યાના અરસામાં પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધી હતી. જેથી તેને બંને પગ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને અડેફેટે લેતા પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્ત મહિલાના પરિવારને બસ ડ્રાઇવરે બસમાંથી જ લાત મારી ધમકી આપતા ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ બસ ડ્રાઈવર બસ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.બીઆરટીએસ બસના વધતા અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, હવે 7 માસની સગર્ભા મહિલા આ બીઆરટીએસ બસના ડ્રાઇવરને દેખાતી નથી તો બસના મુસાફરોની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો પોલીસ દ્વારા ડ્રાઈવરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા રાતભર કોમ્બિંગ; સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ

ProudOfGujarat

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : શ્રી દત્તપાસક પરીવાર નાવડેરા દ્વારા શ્રી દત્ત ભગવાનના 69માં પાટોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!