Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ખાતે પોલિંગ સ્ટાફને અપાઈ ચૂંટણી તાલીમ, ૫૫૩ કર્મચારીઓ હાજર

Share

ભરૂચ, શુક્રવાર: તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદારશ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત ૫૫૩ જેટલા કર્મચારીઓએ હાજરી આપી ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ મશીનનો યોગ્ય ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તથા આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અંગે માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ, સુચારુ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નિષ્પક્ષ અને વ્યવસ્થિત ચૂંટણી યોજવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે અને તમામ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો હતો.


Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

ગોધરામાં ભુરાવાવ ચોકડી પાસે જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ પ્રશાસનનાં સહયોગથી નિઃશુલ્ક માસ્ક વિતરણનું અભિયાન યોજાયું.

ProudOfGujarat

LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, કેન્દ્રિય કેબિનેટનો નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!