Proud of Gujarat
FeaturedGujaratINDIA

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ.

Share

ધોરણ 12 ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે.

ધોરણ 10 ના પરિણામ બાદ ધોરણ 12 ના પરિણામ જલ્દી આવે તેવી આશા હતી. એક તરફ પરિણામની તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ, ધોરણ 12 ની શાળાઓ અને કોલેજ પણ શરૂ થઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

ધોરણ 10 ના પરિણામ બાદ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો 17મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત બોર્ડે ધો.12 ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10 ના પરિણામના 50 માર્ક્સ, ધો.11 ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12 ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

ધોરણ 12 ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં તલાટીની પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે તાલિમ વર્ગ યોજાયો.

ProudOfGujarat

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ.

ProudOfGujarat

ગોધરા તાલુકાના એરડી ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!