Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં તલાટીની પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે તાલિમ વર્ગ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા પંચાયતના સહયોગથી તાલુકાના તલાટી વર્ગ ૩ ની પરિક્ષા આપનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પરિક્ષાત્મક તૈયારીમાં સુગમતા રહે તે માટે વિનામૂલ્યે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલિમ વર્ગ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરિક્ષાને લગતા જરૂરી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા યુવા મોરચાના પ્રભારી ગૌતમભાઈ દેસાઈ તેમજ સામાજિક યુવા અગ્રણી દિનેશભાઈ વસાવાના હસ્તે તાલીમાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ તેઓ પરિક્ષામાં જલવંત સફળતા પ્રાપ્‍ત કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થી વિધ્યાર્થીઓએ અગ્રણીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેની આગામી ફિલ્મ “દિલ હૈ ગ્રે” નું પોસ્ટર લોન્ચ કર્યું.

ProudOfGujarat

અરેઠ તાલુકાના ચંદનપુર ખાતે રૂ.૩૬૦ કરોડની ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

રાજકોટ – યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે આપ્યું આ નિવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!