Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારંગપુરમાં હત્યાનો ભેદ ઉકેલાયો: અંગત સંબંધોના વિવાદમાં યુવકની હત્યા, બે આરોપી ઝડપાયા

Share

 

ભરૂચ: સારંગપુર ગામની અંજની ધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી 43 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

માહિતી મળતાં જ જીઆઇડીસી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતકની ઓળખ જીતાલી વિસ્તારની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા મુન્ના લક્ષ્મણ પાલ તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને ગંભીરતાથી લઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી તથા શંકાસ્પદ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

તપાસમાં માલુમ પડ્યું હતું કે, મૃતક મુન્ના પાલના શાંતીદેવી મંડળ કે જેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે. તેમની સાથે અનૈતિક સંબંધ હતાં. જેથી તેમના જમાઇ ભોલુ માનીક મંડળ અને તેમનો દિકરો કે જે કાયદના સંકળાયેલું બાળક છે તેમણે તેની હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકને જૂવેનાઇલ બોર્ડને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકાર મહા નિર્દેશાલય આકાશવાણી દિલ્હીના સહયોગથી,સીટી in હોટલ ખાતે ખેડૂત દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું .

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

ProudOfGujarat

સાત મઈ ભાજપા ગઈ,રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ચૈતર વસાવા નો હાથ પકડી જીતાડવા પ્રજાને અપીલ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!