Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચૂંટણીના માહોલમાં વેજલપુરમાં આગજનીનો બનાવ: 4 બાઈક અને 1 રિક્ષા ખાખ, સ્થાનિકોમાં ભય

Share

ભરૂચ: શહેરના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે આગજનીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. રાજ્યમાં ચાલી રહેલા ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે 1:45 થી 2:00 વાગ્યાના સમય દરમિયાન વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનોને અજાણ્યા અસામાજિક તત્વોએ નિશાન બનાવી આગ ચાંપી હતી.

Advertisement

આ ઘટનામાં કુલ 4 બાઈક અને 1 રિક્ષા આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો તાત્કાલિક બહાર આવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહનોને ભારે નુકસાન પહોંચી ગયું હતું.

સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે ચિંતા વ્યાપી છે. ચૂંટણીના સમયગાળામાં બનેલી આ ઘટના પાછળ કોઈ ગેંગનો હાથ છે કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ આગળ વધારી આરોપીઓને ઝડપથી પકડી પાડવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે તેમજ નાગરિકોને પોતાના વાહનોની સુરક્ષા માટે વધુ સાવચેત રહેવા અપીલ પણ કરી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ખાતે ચાસવડ ડેરીની ૫૯ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ શક્તિનાથ ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામની સીમમાં શેરડીનાં ખેતરોમાં આગ લાગતા નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!