Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાની ઓચ્છણ ચોકડી પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બે લોકો ઇજાગ્રસ્ત

Share

વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વળાંક પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે વળાંક પાસે સ્પીડ બ્રેકર મુકવા અંગે માંગ ઉભી થઇ રહી છે. તાજેતરમાં પણ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડીના ચાલકે બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગ કરતા બાઇકને ફંગોળી હતી આ બનાવમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાગરા તાલુકાના ઓચ્છણ ગામમાંથી બહાર નીકળતા બાઈક સવાર બે ઇસમોને બોલેરોના ચાલકે અડફેટમાં લીધા હતા. જોકે આ બનાવમાં બોલેરો સહિત બાઈક પણ રોડની સાઈડમાં કાંસમાં ખાબકી હતી, હાલ આ બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થવા પામી નથી. આ બનાવની જાણ વાયુવેગે ફેલાઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Advertisement

નઈમ દિવાન-વાગરા


Share

Related posts

ભરૂચ પોલીસે માત્ર ૩ જ દિવસમાં જાહેરનામા ભંગના ૭૦૮ કેસ કર્યા

ProudOfGujarat

ગોધરાના હોતચંદ ધમવાણીએ ૧૨૮ વખત રક્તદાન કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે  દશામાની મૂર્તિ પ્રતિમા ને મા નર્મદા માં વિસર્જન કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!