Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં આવેલ શબનમ એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં આવેલ શબનમ એપાર્ટમેન્ટમાં આજે બપોરના સુમારે માસુમ ભાઈ બમ્બૈયાના મકાન બંધ હતું પરિવારજનો કોઈ કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન ઘરના રસોડામાં મુકેલ ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી.જેને પગલે ઘરમાંથી ધુમાડો નીકળતા લોકોએ બૂમાબૂમ કરી મૂકતા નગરપાલિકાનાં ફાયર બ્રિગેડનો બમ્બો દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અત્રે ઉલ્લેખ કર્યું કે શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તા ઉપરના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની રહ્યા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડના બંબાઓ ઘટનાસ્થળે કેવી રીતે પહોંચી શકે તેવા પ્રશ્નો ઉભા થયા છે.

Advertisement


Share

Related posts

ચાવજના રંગૂન હોલમાં ઓલ ઈન્ડિયા પીજન શો, 450થી વધુ દુર્લભ કબૂતરો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

ProudOfGujarat

દમણથી લાવેલી 24 દારૂની બોટલ સાથે વાપીનો યુવાન ટ્રેનમાં ઝડપાયો, ભરૂચ રેલવે પોલીસને કહ્યું પોતાના માટે લાવ્યો : દમણનો દારૂ લઇને વાપી જવાને બદલે યુવાન ભરૂચ તરફ કેમ આવ્યો તે અંગે તપાસ થશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!