Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : રતનપુર પ્રાથમિક શાળામાં ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત રાજપારડીની શાળાના બાળકોએ મુલાકાત લીધી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત રાજપારડી કન્યાશાળાના બાળકો અને શિક્ષકોએ શાળાની મુલાકાત લીધી હતી.આયોજિત કાર્યક્રમ અંતર્ગત શાળામાં પ્રાર્થના,નાટક તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.રાજપારડી શાળાના બાળકો અને શિક્ષકોએ વિજ્ઞાન, ગણિત ભાષા કોર્નર તેમજ વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી.શાળાઓમાં યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળે છે,એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી.મુખ્ય શિક્ષક રમેશભાઈ ચૌહાણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી,રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ:- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવાનેતા હાર્દિક પટેલે ગોધરાની મુલાકાતે જાણો કેમ

ProudOfGujarat

નવસારી : સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!