Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડામાં NRI યુવાની પરિવાર સાથે વતનમાં અનોખી એન્ટ્રી

Share

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતા ભીખાભાઈ દિવાનના ૩૭ વર્ષિય પુત્ર આશીક છેલ્લા લગભગ ૧૨ વર્ષથી UK સ્થાઈ થયા છે. આશીક પોતાની પત્ની શીરીન તથા બે સંતાન ફેઝ અને આયાત સાથે પરદેશમા રહે છે. આશીક પોતે પીઆર છે અને મોબાઈલની શોપ ચલાવે છે. તે વર્ષ ૨૦૦૯ મા UK ગયા હતા. આ બાદ આજે ૧૨ વર્ષનો સમય વિત્યા બાદ પોતાના વતન આવ્યા હતા. આશીક પોતાની પત્ની અને સંતાનો સાથે ગતરોજ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ત્યાંથી હેલીકોપ્ટરમાં બેસી આ યુવાન અને તેના પરિવાર સાથે પોતાના વતન કઠલાલ ખાતે આવી પહોંચ્યા છે.

આશિકના પિતાએ પણ આવી એન્ટ્રીમાં કોઈ કચાસ ન રહે તેથી બેન્ડવાજા સાથે હરખભેર પોતાના દિકરાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ પછી ઘર સુધી બેન્ડવાજાની સાથે તેડી લાવ્યા હતા. દિકરા, પુત્રવધુ અને પૌત્રનુ ભારે હૈયે ભીખાભાઈ દિવાન અને તેમના કૌટુંબિક લોકોએ સ્વાગત કર્યું હતું. લાંબા સમય બાદ પુત્ર, પુત્રવધુ અને પૌત્ર આવતાં દિવાન પરિવારમાં આનંદનો માહોલ સર્જાયો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતગર્ત નડિયાદ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

ProudOfGujarat

અનોખો વિરોધ – અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા વચ્ચે જ નગર સેવકે કેક કટિંગ કરી જન્મ દિવસ ઉજવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!