ભરૂચ-અંકલેશ્વર-જંબુસર શહેર જીલ્લામાં લોકો ઉત્તરાયણ પર્વ એટલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવા માટે છેલ્લા દિવસે પતંગ દોરાની ખરીદી કરવા નીકળતા વેપારીનાં ચહેરા પર સહેજ સ્મિત આવ્યું છે છતાં મંદી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ એટલે કે સૂર્યનો ઉત્તર દિશા તરફનું જવું જયારે બીજી તરફ આ દિવસને મકરસંક્રાંતિ પર્વ પણ કહે છે એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ જયારે આ પર્વની ઉજવણી દેશભરમાં થાય છે. પરંતુ ગુજરાતમાં તેની વિશેષ ઉજવણી થાય છે. અહીં ઉત્તરાયણનાં દિવસે લોકો ધાબે-છાપરે ચઢીને પતંગ ચગાવી આકાશી યુદ્ધ કરે છે. એટલે કે ઉત્તરાયણનાં દિવસે આકાશ રંગબેરંગી બને છે. જયારે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર-જંબુસર-આમોદ સહિત શહેર જીલ્લામાં પતંગ દોરાની ખરીદી કરવા લોકો બહાર આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પતંગનો વેપાર કરનારા લોકો ઘરાકી નહીં નીકળતા નિરાશ થયા હતા. લાખો રૂપિયાનું રોકાણ કરીને પણ ઘરાકી નહીં નીકળતા વેપારીઓ મંદીની અસર હોવાનું અનુભવી રહ્યા છે. કેટલાક વેપારીઓ કહે છે કે અમારામાંથી આ વખતે 40 ટકા લોકોએ પતંગ દોરાનો વેપાર બંધ કર્યો છે. કેમ કે ગત વર્ષ લોકોને મંદીની અસર વચ્ચે મોટું નુકસાન થયું હતું. જયારે આ વખતે ભારે મંદી છે. બજારમાં લોકો દેખાતા નથી ત્યારે લાખો રૂપિયાનું પતંગ દોરામાં રોકાણ કર્યા બાદ મુદ્દામાલના પણ રૂપિયા નહીં મળે તો ધંધો કરવો બેકાર છે. આથી અસંખ્ય લોકોએ આ વખતે સિઝનલ ધંધો કર્યો નથી. જયારે આજે અંતિમ દિવસે લોકો ખરીદી માટે નિકળયા છે. ભરૂચ જીલ્લાનાં વેપારીઓ કહે છે કે દોરાની કિંમત રૂ.150 થી લઈ એક હજાર રૂપિયા સુધી છે. આ વખતે પતંગનાં કાગળો મોંધા થતાં પતંગ 1 રૂપિયાથી લઈ 25 રૂપિયા સુધીની પતંગો બજારમાં છે. જેમાં પણ બાળકોની પ્રિય કાર્ટુનનાં પાત્રો પબજી ગેમ, ચોકડીયો સહિત મોદી અને બીજી ફિલ્મ સિતારાવાળી પતંગો છે. તેનું વેચાણ થઈ રહ્યું છે. લોકો છેલ્લી ધડીએ પતંગ દોરાની ખરીદી કરવા બહાર આવતા વેપારીનાં ચહેરા પર સ્મિત આવ્યું છે અને હજી પણ વેપારીઓને છેલ્લી ધડીએ ઘરાકી નિકળશે તેની આશા છે.
ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકોમાં થનગનાટ, અંતિમ દિવસે ઘરાકી નિકળી છતાં મંદીની અસર.
Advertisement