Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે અકસ્માત બાદ બાઈક ચાલકે કન્ટેનર ચાલક પાસે ખર્ચો માંગવાના બહાને બળજબરી કરી પર્સ ઝૂંટવી લીધું હોવાના આક્ષેપ કર્યા છે.

Share

મળતી માહિતી અનુસાર કન્ટેનર નંબર-આર.જે.14.જી.એચ.7380 નો ચાલક રાહુલભાઈ વડોદરાથી અંકલેશ્વર ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન રાજપીપલા ચોકડી નજીક ટર્ન લઈ રહ્યો હતો તે વેળા બાઈક ચાલક કન્ટેનરના પાછળ ભટકાયો હતો અકસ્માત સર્જાયા બાદ બાઇકને નુકસાન થયું હોવાનું જણાવી હાંસોટના બાઈક સવાર કિરણકુમાર મગનભાઈએ કન્ટેનર ચાલક પાસે ખર્ચો લીધો હતો અને બળજબરી કરી રોકડા રૂપિયા 6 હજારથી વધુની રોકડ ભરેલ પર્સ અને દસ્તાવેજો ઝુંટવી લીધા હોવાના કન્ટેનર ચાલકે આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : પાદરામાં મોડીરાત્રે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, પોલીસે 10 થી વધુ લોકોની અટકાયત કરી

ProudOfGujarat

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!