Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની લેન્સેકસ કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતો હોવાની ફરિયાદ જીપીસીબીને કરાઇ.

Share

આજરોજ તારીખ 17-01-2020 ના રોજ ઝધડીયા જીઆઇડીસીમાં આવેલ વરસાદી કાશ માં ઔદ્યોગિક એફલૂએન્ટ વહેતુ નજરે જણાતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને તંત્રને ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદ કરનાર અને ભરૂચ જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ શ્રી નગીનભાઈ આર.પટેલ અને ઈરફાનખાન નસીર ખાન પઠાણના જણાવ્યા મુજબ” આજ રોજ ઔદ્યોગિક એફલૂએન્ટ વરસાદી કાશમાંથી અમારા ખેતરો તરફ આવતો હોવાની જાણ થતાં અમોએ સ્થળ પર તપાસ કરતા જાણ થઈ છે કે ઝધડીયા જીઆઇડીસીમાં આવેલ લેન્સેક્સ કંપની તરફથી આ એફલૂએન્ટ આવી રહ્યું છે. અમોએ જીપીસીબીને ટેલીફોન દ્વારા, જીઆઇડીસી ઉદ્યોગ મંડળની ઓફિસને રૂબરૂ આ બાબતની ફરિયાદ કરી છે.વારંવારના બનતા આવા બનાવોથી જમીનોના પ્રદુષણથી અમારી ફળદ્રુપ ખેતીની જમીનો અને ભૂગર્ભ જળ ખરાબ થઈ રહ્યા છે. આ એફલૂએન્ટ લેન્સેક્સમાંથી આવતું જણાઈ રહ્યું છે.

અને અમોએ આ શંકા જીપીસીબીને જણાવી છે અને તે દિશામાં કાર્યવાહી કરી રહી છે. ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણીનો લાભ લઇ અનેક વખત એફલૂએન્ટ અમારા ખેતરોમાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં વગર વરસાદે પણ એફલૂએન્ટ આવવાની ફરિયાદ અમો દ્વારા તંત્રને કરવામાં આવી છે.”પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલે આ બાબતમાં કંપનીનાં અધિકારી શ્રી ચિરાગભાઈ શાહ સાથે વાત કરતા પ્રથમ તો તેમને આ એફલૂએન્ટ એમનું નથી એમ જણાવ્યું હતું પરંતુ મોકલેલ વિડિયો જોયા પછી તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.એફલૂએન્ટનું નીકળવું એક બેદરકારી છે. પરંતુ યોગ્ય સાચું પ્રત્યુત્તર ના આપીને તેમની બેજવાબદરીનો પણ પરિચય આપ્યો હતો. ઝધડીયા ઔદ્યોગિક વસાહતમાં અત્યાર સુધી પ્રદૂષણ બાબતે ચિંતિત રહેતી હતી પરંતુ હવે ત્યાં આવેલ કેટલાક મોટા મોટા ઉદ્યોગો પણ પ્રદૂષણ બાબતે ગંભીર નથી. જેમને તંત્રની કાર્યવાહીનો પણ કોઈ ડર નથી અને બેખોફ પર્યાવરણને ગંભીર નુકસાન કરી રહ્યા છે.ઉપરોક્ત ધટના બાબતે ઝધડીયા જીઆઇડીસીના ઉદ્યોગ મંડળના શ્રી ગુલામભાઈને પૂછતાં તેમણ જણાવ્યુ હતું કે “લેન્સેક્સનું એફલૂએન્ટ વાલ્વમાંથી બહાર આવી રહ્યું છે અને અમોએ એમનું (લેન્સેક્સ) ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપી છે.”

સલીમ પટેલ

Advertisement

Share

Related posts

રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો

ProudOfGujarat

રાજપારડી ગામે સુરક્ષા સેતુ રથ દ્વારા નિદર્શન યોજાયું.

ProudOfGujarat

રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!