Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : એસ.ટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી બસમાં પ્રવેશ કરે છે.

Share

સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ એસ.ટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી અંદરપ્રવેશ કરતા હોવાનું નજરે આવી રહ્યું છે.

હાલ તો આ વીડિયો સુરતના રાંદેર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિવાળી વેકેશન અને લગ્નની સિઝનમાં એસ.ટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે એસ.ટી બસમાં મુસાફરો ચાલુ બસે જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં નજરે પડતી એસ.ટી બસ દાહોદ-ગોધરા તરફની અને વીડિયો રાંદરે વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાંદેરમાં રામનગર ખાતેથી એસ.ટી બસ ઉપડે છે જેમાં લોકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે.

Advertisement

Share

Related posts

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું.

ProudOfGujarat

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat

પાલેજ સ્થિત મદની હૉલ ખાતે હજ તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!