Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાના એક ટ્રેકટરએ દુધધારા ડેરી રોડ પર બે લોકોને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થવા પામી છે.

Share

ભરૂચના લિંક રોડ ઉપર નગરપાલિકાના ટેન્કરની અડફેટે બે કિશોરોના મોત થયાની ધટનાની અરેરાટી હજુ શમી નથી ત્યાં ભરૂચ નગરપાલિકાના એક ટ્રેકટરએ દુધધારા ડેરી પર બે લોકોને અડફેટે લીધાની ધટના બનવા પામી હતી. ભરૂચ સ્થિત દુધધારા ડેરી રોડ ઉપર આજે સવારે નગરપાલિકાનાં એક ટ્રેકટરના ચાલકે બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને ગંભીર ઇજાઓ પહોંચતા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ભરૂચ નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસો દરમ્યાન બીજી ધટના બનતા હવે નગરપાલિકામાં વાહનોના ફિટનેસ સંદર્ભે અનેક પ્રશ્નાર્થો ઊભા થવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સાયન ગ્રીનો કેમ પ્રાઇવેટ લિમિટેડમાં અગમ્ય કારણસર ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ઉમરપાડા અને વડપાડા વન વિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા – કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વસાવા VS વસાવા, સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને બધું આ પોપટ અને જોકર ગણાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!