Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા 6 મહિના જેલવાસો વિતાવ્યા બાદ છૂટતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Share

બહુ ચર્ચિત પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ બાદ સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા 6 મહિના જેલવાસો વિતાવ્યા બાદ છૂટતા પોતાના ઘરે આવ્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સમયે તેના પરિવારજનો ઉપરાંત પાટીદાર સમાજના તેના સમર્થક યુવકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ અલ્પેશ કથીરિયા ઉપર પુષ્પોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું. તેમજ ફટાકડાની આતશબાજી પણ કરી હતી. અલ્પેશ કથીરિયાએ પોતાના સ્વાગત કરવા બદલ પાટીદાર સમાજ અને પાસના કાર્યકરો પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ ઉપસ્થિત પાસના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આનાથી મારુ મનોબળ મજબુત થયું છે સમાજ માટે આવનારા દિવસોમાં વધુ જુસ્સાથી લડત લડવાનું બળ મળ્યું છે.

Advertisement

Share

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.

ProudOfGujarat

અંકલેશ્વર પીરામણ બ્રિજ પાસે રેલવેની લાઈનનો ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!