આદિવાસી રાઠવા સમાજ દ્વારા આજે છોટાઉદેપુર બંધના એલાનના પગલે રાજપીપળા એસ.ટી ડેપોમાં હજારો મુસાફરો અટવાયા, રાજપીપળાથી છોટાઉદેપુર તરફ જતી બસો આજે સવારથી અટકી જતા મુસાફરો અટવાયા હતા. જેના કારણે કંટ્રોલ કેબીન પર પણ ભારે ભીડ જોવા મળી હતી. આજે આદિવાસી રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધના એલાનના પગલે એ તરફ ઠેર ઠેર વિરોધ ઉઠતાં લોકો રસ્તા પર ઉતરી આવતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા માટે રાજપીપળાથી નસવાડી, બોડેલી, છોટાઉદેપુર તરફ જતી તમામ બસો રાજપીપળા એસ.ટી ડેપો પર જ અટકી ગઈ હોય એ તરફ જતા હજારો મુસાફરો અટવાયા હતા. જેના કારણે કંટ્રોલર કેબીન પર પણ બસો ક્યારે ચાલુ થશે એ બાબતે પૂછવા મુસાફરોની ભારે ભીડ જામી હતી.આમ અચાનક બસો થંભી જતા એ તરફ જતા કે આવતા મુસાફરો જ્યાં છે ત્યાં જ રહેવા મજબુર બન્યા હતા.જોકે આંદોલનમાં બસોને કે મુસાફરોને નુકસાન ન થાય એ માટે બસો બંધ રાખી હોય એ તરફ જવા માટે બસો ક્યારે ઉપડશે એ જાણવા મુસાફરો સતત પૂછતાછ કરતા રહ્યા છે પરંતુ કંટ્રોલર માટે એ કહેવું મુશ્કેલ હોય આંદોલન શાંત ન થાય ત્યાં સુધી એ રૂટની બસો બંધ રખાઈ છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી