એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી સિલેકટ થયેલાં 8 માં ક્રમે સુરતની પસંદગી થયાની ગૌરવવંતી જાહેરાત બાદ ગતરોજ રાજ્યસભામાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા અંગેનો ઉલ્લેખ કરી સુરતીઓના દિલ જીતી લીધા હતા.
ગતરોજ રાજ્યસભામાં નાગરિકતા અંગે ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ માતૃભાષાની ઓળખ થવી જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉડિયા સહીત અન્ય છ જેટલી ભાષાના માધ્યમની શાળાઓ ચલાવવામાં આવે છે
તેની નોંધ લીધી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલેએ આ મુદ્દે ગૌરવ અનુભવતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ભારપૂર્વક આગ્રહ રાખ્યો હતો કે ધંધા રોજગાર અર્થે સુરત આવેલા અન્ય પ્રાંતના પરિવારોના બાળકો પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ ભાષામાં શાળાઓ શરૂ કરાવી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છ જેટલી ભાષાના માધ્યમની શાળાઓ ચાલી રહી છે અને ભવિષ્યને જોતા દશ ધોરણ સુધીની સુમન શાળા પણ શરૂ કરાઈ છે.
સુરત એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી 8 માં ક્રમાંકે સિલેકટ થયું.
Advertisement