Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં એક જ રાતમાં બે મકાનોનાં તાળાં તોડી ચોરો સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને ફરાર.

Share

કોઈ અજાણ્યા ચોરોએ રાત્રીના સમયે બે મકાનોના તાળા તોડી તિજોરી તોડી દાગીના, રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૧,૭૭,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક જ રાતમાં બે મકાનોના તાળા તોડી ચોરો સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ડેડીયાપાડા ખાતે આવેલી નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઇ ધનજીભાઇ વસાવા તથા કોમલભાઈ મગનભાઈ જાગાણીના બંધ મકાનમાંથી ગતરાત્રે કોઈ અજાણ્યા ચોરોએ ઘરનું તાળું તોડી અંદરથી સોના,ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.૭૭ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં મનોજભાઈ વસાવાના ઘરમાંથી કુલ રૂ.૧,૦૭, ૦૦૦/- ની જ્યારે કોમલભાઈ જાગાણી ૭૦,૦૦૦ રૂ.ની ચોરી થઈ હોય આ બાબતે ડેડીયાપાડા પો.સ્ટે.માં ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ ડેડીયાપાડા પી.એસ.આઇ એસ.જે. રાઠવા કરી રહ્યા છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંગરોળ : મંત્રી ગણપતભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

ProudOfGujarat

યશ રાજ ફિલ્મ્સ અને પોશમ પા પિક્ચર્સ વચ્ચે 2025 થી થિયેટર ફિલ્મો માટે એક મોટું જોડાણ છે.

ProudOfGujarat

અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!