Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બી ડિવીઝન પોલીસ મથક ખાતે શોર્ટ સર્કિટનો બનાવ બન્યો.

Share

ભરૂચ નગરનાં બી ડિવીઝન પોલીસ મથક ખાતે શોર્ટ સર્કિટ થયો હોવાનો બનાવ બન્યો હતો. આ શૉટ સર્કિટનાં પગલે સમગ્ર બી ડિવીઝન પોલીસ મથકમાં વીજળીનો પુરવઠો ગુલ થઈ ગયો હતો. ભારે બફારાનાં વાતાવરણ વચ્ચે વીજળી ગુલ થતાં બી ડિવીઝન પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ થતાં જ કઈ બળતું હોવાની ગંધ આવતા એક પોલીસ કર્મીએ બધાનું ધ્યાન દોર્યું હતું. આ શોર્ટ સર્કિટનાં બનાવનાં પગલે કોઈ નુકસાન થયું હોવાનું બી ડિવીઝન પોલીસ મથકનાં સૂત્રોએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયું વૃક્ષારોપણ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની કેબિનમાં કેમ ?

ProudOfGujarat

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!