Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ધાસ મંડાઇ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ રિક્ષા ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

Share

ભરૂચ નગરમાં થતી વિદેશી દારૂની હેરફેરી અને વેપલા અંગે કડક કાર્યવાહી કરવા અંગે ડી.વાય.એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચના આપતા એલ.સી.બી. નાં પી.આઇ. જે.એન.ઝાલા તેમજ તેમના સ્ટાફનાં અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી કાર્યવાહી કરી હતી. જે પૈકી એ.એસ. ચૌહાણ અને તેમની ટીમ બી ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી પ્રમાણે ઘાસ મંડાઇ મસ્જિદ પાસેથી સિપાઈવાડમાં અસલમ મલેકની ઓટોરિક્ષામાં વિદેશી દારૂનાં 3 બોક્ષ મળી આવ્યા હતા. રિક્ષા અને વિદેશી દારૂ મળી કુલ રૂ.64,000 કરતાં વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી અને એક આરોપીની અટકાયત કરી હતી. આ અંગેની વધુ તપાસ બી ડિવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સીટી સેન્ટર માં સામાન્ય આગ થી દોઢધામ…. લાકડા ના જથ્થા માં આગ લાગતા અફરાતફરી …

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલમાં બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!