Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આજથી ટીવાય બીકોમ અને બીએની પરિક્ષા શરૂ થઈ.

Share

કોરોનાના સમયગાળા દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળા અને કોલેજો બંધ રાખવામા આવી હતી, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કલાસીસનો સિલસિલો શરૂ રહ્યો હતો અને પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવતી હતી. હાલ હવે કોરોનાના કેસઓમાં ઘટાડો થતાં લીંબડી મીલ રોડ પર આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજથી બીકોમ છઠ્ઠા સેમેસ્ટરની તેમજ બીએના ટીવાય છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.

વિદ્યાર્થીઓ હર્ષભેર પરીક્ષા આપવા માટે આવ્યા હતાં ત્યારે આ કોલેજના મેનેજમેન્ટ દ્વારા આવનાર પરીક્ષાર્થીઓને હાથ સેનીટાઈઝ કરી, ફરજિયાત માસ્ક પહેરી અને સામાજિક દુરી સાથે કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

પરીક્ષા ખંડમાં પણ સરકારી ગાઈડલાઈન મુજબ આ કોલેજ દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને સામાજિક અંતર સાથે પરીક્ષા લેવામાં આવી હતી તેમજ આ પરીક્ષામા કોઇ પણ પ્રકારની ગેરરીતિના વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં ના આવે તેવી આ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા સુચના આપ્યા પછી કોલેજમાં પરીક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

ProudOfGujarat

ભરૂચના એસ.પી ડો. લીના પાટીલે પોલીસ હેડ ક્વોટર્સ ખાતે હજારોની સંખ્યામાં ખૈલાયાઓ ગરબે ઘૂમી શકે તેવું નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું.

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!