અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાનો દુકાન સંચાલક તરંગ નામની ઈન્દોર બનાવટની નશાની ગોળીઓ વેચતાં પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં પહેલા ઈન્દોર મધ્યપ્રદેશથી એક રસિલા નામની અફીણ યુકત ગોળીઓ પાનનાં ગલ્લે, દુકાનોમાં રૂ.5 નાં ભાવથી લઈને રૂ.15 સુધીમાં વેચાતી હતી. ભૂતકાળમાં અફીણ યુકત રસિલા નામની ગોળીઓ વેચતા કેટલાક પાનનાં ગલ્લાવાળા ઝડપાયા હતા. તેના અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયા છે. જયારે આજે સવારે ભરૂચ એસ.ઓ.જી. પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં પાકી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દિલીપ પોદાર નામનો વ્યક્તિ સોસાયટીમાં અનાજ કરિયાણાની આડમાં તરંગ નામની નશા યુકત પદાર્થવાળી ગોળીઓ વેચી રહ્યા હોવાની બાતમીને પગલે રેડ કરતાં તેની દુકાનમાંથી એક કિલો ગોળી ઝડપાતા પોલીસે તેની અટક કરી તેની સામે નારકોટિકસ એન્ડ ડ્રગ્સ મુજબ ગુનો દાખલ કરી આ ગોળીઓ કોણ સપ્લાય કરતું હતું તેની તપાસ SOG પોલીસ ચલાવી રહી છે.
અંકલેશ્વરનાં સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી હતી નશાની ગોળીઓ.
Advertisement