Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત વેલેન્ટાઇન ડે ના દિવસે “લવ સુરત” કાર્યક્રમનું ભવ્ય આયોજન રોડ રસ્તા પર વિવિધ કાર્યક્રમો યોજાવાથી સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

Share

આગામી વેલેન્ટાઈન ડે નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. એકમેકને પ્રેમની પ્રતીતિ કરાવવાના આ દિવસને ઉજવવા ખાસ કરીને યુગલોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં શ્રેણી બંધ કાર્યક્રમો યોજાનાર હોય પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા સાંજે 6 થી લઈ રાત્રે 10 વાગ્યા સુધી બિગ બજારથી રાહુલરાજ થઈ લાલભાઈ સ્ટેડિયમ સુધીના માર્ગ પર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદયો છે. આ અંગે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કવિઠા ગામ નજીક ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં 6 જુગારિયાને નબીપુર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ઉતરાયણ દરમિયાન ઈમરજન્સી સંજોગો માટે ભરૂચ 108 સેવાની ખાસ વ્યવસ્થા, 34 એમ્બ્યુલન્સ તૈનાત

ProudOfGujarat

વાલિયા તાલુકાના સીલુડી ગામ પાસે આવેલ જય માતાજી આશ્રમ શાળા ખાતે મેડીકલ ચેક અપ અને અવેરનેશ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!