Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાલોદ ગામના રૂંઢ નર્મદા ઓવારેથી અજાણી મહિલાની લાશ મળી આવી.

Share

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ પાસે આવેલ રૂંઢ નર્મદા ઓવારેથી પાણીમાં તરીને આવેલી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આજરોજ સવારે માછીમારને રૂંઢ ગામના નર્મદા નદીકિનારે મહિલાની લાશ તરતી દેખાતા માછીમારે રાજપારડી પોલીસને જાણ કરી હતી ત્યારબાદ રાજપારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢતા કોઇ અજાણી મહિલાની હોય અને પાણીમાં તરીને આવી હોય તેમ માલુમ પડ્યુ હતુ, મહિલાની લાશ પાણીમાં ફૂલી જવાથી ડીકમ્પોઝ હાલતમાં હોય જેના કારણે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી અને લાશને નદી કિનારે ખાડો ખોદી દફનાવવામાં આવી હતી. આ મહિલાની લાશ પાણીમાં તરીને ક્યાંથી આવી છે અને એની કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની તપાસ રાજપારડી પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં 23 વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો પર્દાફાશ, 11 ગુનાનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ઉમરપાડાનાં ખોટા રામપુરા ગામે એક્શન યુવા ગ્રુપનાં સહયોગથી 35 લોકોએ કોરોના વિરોધી વેક્સિનેશન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!