Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

જિલ્લા જેલમાં પ્રથમ વખત પરિવાર સાથે હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન

Share

જિલ્લા જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગતરોજ તા. 02/03/2026 ના રોજ સંધ્યાકાળે  પોતાના પરિવારજનો સાથે પ્રથમ વખત જેલ પ્રાગણમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ પરિસરમાં ધાર્મિક અને ઉત્સાહભેર માહોલ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.
હોળી પર્વની પૌરાણિક કથા મુજબ રાજા હિરણ્યકશ્યપ અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ ધરાવતા ભક્ત પ્રહલાદની જીવનગાથા સાથે સંકળાયેલી આ ઉજવણી ભક્તિ, સત્ય અને ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. હોલિકા દહન દ્વારા દુષ્ટ પર સજ્જનતાની જીતનો સંદેશ આપવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જીવનમાંથી નકારાત્મક ઊર્જા, અહંકાર અને દુર્વિચારને તિલાંજલી આપી હોળીની પવિત્ર જ્વાળામાં ભસ્મ કરવાની પ્રેરણા મેળવી હતી. સાથે જ સકારાત્મકતા, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંબોલી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ: હાંસોટના દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!