Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

 ભરૂચ જિલ્લાના દુબઈ ગયેલાં લોકો યુદ્ધની સ્થિતીમાં અટવાયાં પણ હાલ સુરક્ષિત

Share

એરપોર્ટ બંધ થતાં પરત ન આવી શકતાં હોટલોમાં રોકાણ કરવા મજબૂર

। ભરૂચ । ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને લઈને તણાવભરી સ્થિતી સર્જાઈ છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી દુબઈ ફરવા ગયેલાં તેમજ રોજગાર-અભ્યાસ માટે ગયેલાં લોકો અટવાયાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.દુબઈના સ્થાનિક લોકોની ચર્ચા મુજબ ડાઉન ટાઉન દુબઈ, બુઝ ખલીફાની આસપાસ, સુમેરા, પામ ઝૂમેરા, એરપોર્ટ અને તેના નજીકના વિસ્તારોને એલર્ટ રહેવા જણાવાયું છે.

Advertisement

અમેરિકા-ઈઝરાયલ તેમજ ઈરાન વચ્ચે ચાલી રહેલા જિયો-પોલિટિકલ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતીને લઈને સૌની નજર હાલમાં દુબઈ – ઈરાન પર છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી રોજગાર અર્થે તેમજ અભ્યાસ અર્થે દુબઈ ગયેલાં તેમજ ફરવા ગયેલાં લોકો અટવાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લાના બે જણા કે જેઓ દુબઈ ફરવા માટે ગયાં હતાં તેઓએ નામ ન આપવાના શરતે ( પરિવાર પરેશાન ન થાય તે માટે) જણાવ્યું હતું કે, તે પૈકીના એક દૂબઈની ટૂરમાં કરવા ગયાં હતાં. જયારે બીજા ત્યાં અભ્યાસ કરતી તેમની પુત્રીને મળવા માટે ગયાં હતાં.

તેઓએ જણાવ્યું હતું કે, તેઓ નજીકના દિવસોમાં જ ભારત પરત આવવાના હતાં જોકે, અચાનક યુદ્ધની સ્થિતી ઉભી થતાં તેઓ ત્યાં ફસાઈ ગયાં છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમણે ઘેનકેન પ્રકારે રૂપિયા એકત્ર કરી દૂબઈ કરવા માટે ગયાં હતાં. જોકે, હવે તેમને ત્યાં મજબૂરી વશ હોટલમાં રહેવું પડે છે. જે ઘણું મોંધુ છે. તેઓ તેમના ઘરેથી કોઈ રીતે રુપિયા મંગાવવાની કવાયતમાં છે. અન્યએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીના રૂમમાં તેની અન્ય સાધીઓ હોઈ તેઓને રહેવાનો પશ્ન હતો. તેઓને હોટલમાં રોકાણ કરવું પડી રહ્યું છે.દુબઈમાં રહેવું.ખાવું મોપુ છે. ભરૂચ શહેરના ત્રણ છાત્રો ત્યાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ હાલ સુરક્ષિત છે. જોકે, તેમના માતા-પિતા તે અંગે વધુ ચાં કરવાનું ટાળી રહ્યાં છે.


Share

Related posts

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે રમતોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં શ્રી પિંગલેશ્વર મહાદેવ પાટોત્સવની 18મી એપ્રિલે ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોની તૈયારી પૂર્ણ

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ પર અડધો કિલોમીટર સુધી ટ્રાફિક સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!